આધુનિક રમતગમતમાં ખેલાડીઓની કમાણીના મોડલમાં ફેરફાર Messi, Ronaldo, Ohtani કરારો દ્વારા સ્પષ્ટ

આધુનિક રમતગમતમાં ખેલાડીઓની કમાણીના મોડલમાં સેલેરી સાથે ઇક્વિટી, રેવેન્યૂ શેરિંગ, ડિફર્ડ પેમેન્ટ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ જેવા નવા માધ્યમોનો સમાવેશ થયો છે, જે Messi, Ronaldo અને Ohtani જેવા કરારો દ્વારા સ્પષ્ટ થાય છે.

આધુનિક રમતગમત જગતમાં ખેલાડીઓની કમાણીનું માળખું ઝડપી ગતિએ બદલાઈ રહ્યું છે. ટોચના એથ્લીટ્સ હવે માત્ર મેદાન પર રમતા ખેલાડીઓ નહીં, પરંતુ વૈશ્વિક બ્રાન્ડ અને બિઝનેસ એસેટ બની ગયા છે.

રમતગમત ક્ષેત્રમાં સ્પષ્ટ છે કે જેટલો મોટો ખેલાડી, એટલી તેની કમાણી અને બ્રાન્ડ વેલ્યૂ વધુ હોય છે. આજના સમયમાં સ્ટાર એથ્લીટ્સ પોતાની ટીમના ભાગરૂપે જ નહીં, પરંતુ સ્વતંત્ર વૈશ્વિક બ્રાન્ડ તરીકે પણ ઉભા થયા છે.

આ કારણે જ Lionel Messi અને Cristiano Ronaldo જેવા ખેલાડીઓ તેમના કારકિર્દીના અંતિમ તબક્કામાં પણ વિશ્વના સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓમાં સામેલ છે.

ખેલાડીઓની કમાણીની પદ્ધતિઓ પણ વિવિધ છે. ક્યાંક ભવિષ્યમાં ચુકવણી (ડિફર્ડ મની) દ્વારા ટેક્સ પ્લાનિંગ કરવામાં આવે છે, તો ક્યાંક ખેલાડીઓ પોતાની લોકપ્રિયતાના આધારે વધુ સારી ડીલ પ્રાપ્ત કરે છે.

ઉદાહરણ તરીકે, Lionel Messi જ્યારે અમેરિકન ક્લબ Inter Miami CF સાથે જોડાયા, ત્યારે તેમને માત્ર ઊંચી સેલેરી જ નહીં, પરંતુ ક્લબમાં હિસ્સેદારી અને લીગના બ્રોડકાસ્ટ રેવેન્યૂમાં પણ ભાગ આપવામાં આવ્યો.

ફૂટબોલ: સેલેરી સાથે ઇક્વિટી અને રેવેન્યૂ શેરિંગ

ફૂટબોલમાં હવે માત્ર વેતન કમાણીનો એકમાત્ર સ્ત્રોત નથી. Messiને Inter Miami સાથે જોડાતા લગભગ 800 કરોડ રૂપિયા વાર્ષિક સેલેરી સાથે ક્લબમાં ઇક્વિટી અને લીગના બ્રોડકાસ્ટ રેવેન્યૂમાં પણ ભાગ મળ્યો.

બીજી તરફ, Ronaldo Al Nassr માટે રમતા વર્ષે લગભગ 2000 કરોડ રૂપિયા કમાઈ રહ્યા છે. આ ડીલ સાઉદી અરેબિયાના Public Investment Fund દ્વારા સમર્થિત છે.

બેસબોલ: ડિફર્ડ મની મોડલ

અમેરિકાની મેજર લીગ બેસબોલમાં એક અલગ નાણાકીય મોડલ જોવા મળે છે. Shohei Ohtaniએ Los Angeles Dodgers સાથે 10 વર્ષનો લગભગ 6450 કરોડ રૂપિયાનો કરાર કર્યો.

આ ડીલમાં ડિફર્ડ મની મોડલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઓટાનીને હાલ મર્યાદિત વાર્ષિક વેતન મળશે

બાકી રકમ નિવૃત્તિ બાદ હપ્તાઓમાં આપવામાં આવશે

આ મોડલથી ક્લબને લક્ઝરી ટેક્સમાં રાહત મળે છે અને ખેલાડીને લાંબા ગાળાની આવક સુનિશ્ચિત થાય છે.

બોક્સિંગ: માર્કેટ વેલ્યૂ આધારિત કમાણી

બોક્સિંગમાં કમાણી માર્કેટ વેલ્યૂ અને દર્શકોની રસ પર આધારિત હોય છે.

મેક્સિકન ખેલાડી Canelo Alvarezને એક મુકાબલા માટે લગભગ 910 કરોડ રૂપિયા મળ્યા, જ્યારે Terence Crawfordને તેના મુકાબલે ઓછી રકમ મળી.

આ તફાવત દર્શાવે છે કે આ રમતમાં જીત-હાર કરતાં બ્રાન્ડ વેલ્યૂ અને માંગ વધુ મહત્વ ધરાવે છે.

ગોલ્ફ: સાઉદી રોકાણનો પ્રભાવ

ગોલ્ફમાં સાઉદી સમર્થિત LIV Golfએ કમાણીના નવા માર્ગો ખોલ્યા છે.

Scottie Scheffler સતત ટુર્નામેન્ટ જીતીને વર્ષે સૈંકડો કરોડ કમાઈ રહ્યા છે

આધુનિક રમતગમતમાં ખેલાડીઓની કમાણીના મોડલમાં ફેરફાર Messi, Ronaldo, Ohtani કરારો દ્વારા સ્પષ્ટ

Jon Rahmએ મોટી જીત વિના પણ ઊંચો સાઇનિંગ બોનસ મેળવ્યો

આથી સ્પષ્ટ થાય છે કે ગોલ્ફમાં પ્રદર્શન સાથે લીગ અને કરારની ભૂમિકા પણ મહત્વપૂર્ણ બની છે.

NBA અને NFL: રેવેન્યૂ શેરિંગ અને સેલેરી કેપ

અમેરિકાની લીગ્સમાં અલગ મોડલ લાગુ પડે છે.

NBAમાં ખેલાડીઓ અને માલિકો વચ્ચે 50-50 રેવેન્યૂ શેરિંગ છે

અનુભવી ખેલાડીઓ સેલેરી કેપનો 35 ટકા સુધી કમાઈ શકે છે

Stephen Curry જેવા ખેલાડીઓ વર્ષે 500 કરોડ રૂપિયા કરતાં વધુ કમાય છે

NFLમાં Dak Prescott જેવા ખેલાડીઓ ટીમ પર દબાણ બનાવી મોટી ડીલ મેળવે છે

યોગ્ય સમયે કરારની વાતચીતથી કમાણીમાં નોંધપાત્ર વધારો થાય છે

નિવૃત્તિ બાદ પણ આવક ચાલુ રહે છે

આધુનિક કરારોની વિશેષતા એ છે કે ખેલાડીઓને નિવૃત્તિ બાદ પણ ચુકવણી મળતી રહે છે.

ડિફર્ડ પેમેન્ટ

બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ

ઇક્વિટી શેર

આ તમામ મોડલ ખેલાડીઓને લાંબા ગાળાની આર્થિક સુરક્ષા આપે છે.

 

Leave a comment