વડોદરામાં રમાઈ રહેલા પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 301 રન બનાવ્યા અને ભારત સામે 301 રનોનું લક્ષ્ય મૂક્યું.
મેચના પ્રથમ 33 ઓવરમાં ન્યૂઝીલેન્ડે 3 વિકેટે 170 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતીય બોલરોએ અંતિમ ઓવરોમાં દબાણ બનાવી કિવી ટીમને વધુ મોટો સ્કોર બનાવતા અટકાવી.
ન્યૂઝીલેન્ડ માટે ડેવોન કોનવે અને હેનરી નિકલ્સે પ્રથમ વિકેટ માટે શતકી ભાગીદારી કરી. પ્રથમ વિકેટ 22મા ઓવરમાં 117 રન પર પડી. હેનરી નિકલ્સે 69 બોલમાં 62 રન બનાવ્યા જેમાં 8 ચોગ્ગા સામેલ હતા, જ્યારે ડેવોન કોનવેએ 67 બોલમાં 56 રન કર્યા જેમાં 6 ચોગ્ગા અને 1 છક્કો સામેલ હતો.

ત્રીજી વિકેટ માટે વિલ યંગ 12 રન બનાવી આઉટ થયા. મધ્યક્રમમાં કેટલાક ઝટકા લાગ્યા બાદ ડેરિલ મિચેલે ઇનિંગ્સ સંભાળી.
ડેરિલ મિચેલે 71 બોલમાં 84 રનની ઇનિંગ્સ રમેલી, જેમાં 5 ચોગ્ગા અને 3 છક્કા સામેલ હતા. ગ્લેન ફિલિપ્સે 19 બોલમાં 12 રન બનાવ્યા, મિચેલ હેએ 13 બોલમાં 18 રન કર્યા અને કેપ્ટન માઈકલ બ્રેસવેલે 18 બોલમાં 16 રન બનાવી પેવેલિયન પરત ફર્યા.
ડેબ્યૂ કરનાર ક્રિસ્ટિયન ક્લાર્કે પોતાના પ્રથમ વનડેમાં 17 બોલમાં અણનમ 24 રન બનાવ્યા જેમાં 3 ચોગ્ગા સામેલ હતા. કાઇલ જેમિસને 8 બોલમાં અણનમ 8 રન કર્યા.
ભારત તરફથી મોહમ્મદ સિરાજે 8 ઓવરમાં 40 રન આપી 2 વિકેટ લીધી, હર્ષિત રાણાએ 10 ઓવરમાં 65 રન આપી 2 વિકેટ મેળવી. પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ લીધી જ્યારે કુલદીપ યાદવે 1 વિકેટ મેળવી. વોશિંગ્ટન સુન્દર ઇજાગ્રસ્ત થયા છે અને તેઓ મેડિકલ ટીમની નજર હેઠળ છે.










