નિતિન નબીન નિર્વિરોધ રીતે ભાજપાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા

બિહારના પાંચ વખતના વિધાનસભ્ય નિતિન નબીનને 45 વર્ષની ઉંમરે ભારતીય જનય રીતે પસંદ કરવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રસ્તાવક રહ્યા હતા અને મંગળવારે તેમની પસંદગીની ઔપચારિક જાહેરાત કરવામાં આવી.

ભારતીય જનતા પાર્ટીને આજે નવો રાષ્ટ્રીય અધ્યક્ષ મળ્યો. બિહારથી પાંચ વખત વિધાનસભ્ય રહી ચૂકેલા નિતિન નબીનને નિર્વિરોધ રીતે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા. 45 વર્ષની ઉંમરે આ પદ પર પહોંચનાર નિતિન નબીન ભારતીય જનતા પાર્ટીના અત્યાર સુધીના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ છે.

નવી દિલ્હી: નિતિન નબીન 26 વર્ષની ઉંમરે પ્રથમ વખત વિધાનસભ્ય બન્યા હતા. ત્યારબાદ તેમણે બિહાર વિધાનસભામાં સતત પાંચ વખત જીત મેળવી. રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પદભાર સંભાળવાના દિવસે તેઓ સવારે પોતાના નિવાસસ્થાનથી મંદિર ગયા અને ત્યાં પૂજા-અર્ચના કરી આશીર્વાદ લીધા. ત્યારબાદ તેઓ પાર્ટીના મુખ્યાલય પહોંચ્યા, જ્યાં તેમના નામની ઔપચારિક જાહેરાત કરવામાં આવી અને તેમણે પદભાર ગ્રહણ કર્યો.

નિતિન નબીન નિર્વિરોધ રીતે ભાજપાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા

નિતિન નબીન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે એકમાત્ર ઉમેદવાર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પ્રસ્તાવક બન્યા હતા. પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓએ તેમના નામ પર સંમતિ વ્યક્ત કરી હતી. અન્ય કોઈ ઉમેદવાર દ્વારા નામાંકન દાખલ ન કરાતા તેમની નિર્વિરોધ પસંદગી નિશ્ચિત થઈ. મંગળવારે આ પ્રક્રિયાની ઔપચારિક જાહેરાત કરવામાં આવી.

રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિતિન નબીન સામે આવનારા મહિનાઓમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ રહેશે. એપ્રિલમાં તમિલનાડુ, કેરળ અને આસામ સહિત અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી દરમિયાન પાર્ટીની સંગઠનાત્મક કામગીરી, ચૂંટણી રણનીતિ અને પ્રચાર અભિયાનની જવાબદારી તેમની પાસે રહેશે.

 

Leave a comment