વડાપ્રધાન મોદી આજે મુંબઈમાં નવી મુંબઈ એરપોર્ટ, મેટ્રો લાઇન-3 અને ‘મુંબઈ વન’ એપનું ઉદ્ઘાટન કરશે. હજારો કરોડના આ પ્રોજેક્ટ્સ શહેરના ટ્રાન્સપોર્ટ, રોજગાર અને વિકાસને નવી ગતિ આપશે.
PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના બે દિવસીય મહારાષ્ટ્ર પ્રવાસની શરૂઆત કરશે અને આ દરમિયાન તેઓ મુંબઈ અને નવી મુંબઈ માટે અનેક મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન (inauguration) કરવાના છે. આ પ્રોજેક્ટ્સમાં નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Navi Mumbai International Airport - NMIA)નો પ્રથમ તબક્કો, મુંબઈ મેટ્રો લાઇન-3 (Metro Line-3)નો અંતિમ તબક્કો અને ભારતની પ્રથમ સંકલિત કોમન મોબિલિટી એપ (Common Mobility App) ‘મુંબઈ વન’નો સમાવેશ થાય છે. આ ત્રણેય પ્રોજેક્ટ્સ મળીને મુંબઈના પરિવહન માળખાને (transport infrastructure) નવી દિશા આપશે.
વડાપ્રધાનની આ મુલાકાત માત્ર મુંબઈ માટે જ નહીં, પરંતુ સમગ્ર મહારાષ્ટ્રના વિકાસના દૃષ્ટિકોણથી પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સરકારનો દાવો છે કે આ પ્રોજેક્ટ્સથી શહેરની કનેક્ટિવિટી, રોજગાર અને શહેરી અવરજવર (urban mobility)માં ક્રાંતિકારી બદલાવ જોવા મળશે.
નવી મુંબઈ એરપોર્ટ
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક (NMIA)ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. આ એરપોર્ટ 19,650 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે અને તેને જાહેર-ખાનગી ભાગીદારી (Public-Private Partnership - PPP) મોડેલ પર વિકસાવવામાં આવ્યું છે. આ ભારતની સૌથી મોટી ગ્રીનફીલ્ડ એરપોર્ટ પરિયોજના છે.
NMIA શરૂ થવાથી મુંબઈ મહાનગર વિસ્તારને બીજું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક