RBI એ Silver Loan ની ગાઇડલાઇન જાહેર કરી. 1 એપ્રિલ 2026 થી બેંકો, NBFCs અને કો-ઓપરેટિવ બેંકો ચાંદી પર લોન આપશે. 10 કિલો સુધીની Silver Jewellery, 500 ગ્રામ સુધીના Silver Coin પર લોન મળશે. લોનની LTV અને પ્રક્રિયા નિર્ધારિત છે.
RBI Silver Loan: ભારતીય રિઝર્વ બેંકે મોટો નિર્ણય લેતા હવે ચાંદી પર પણ લોન આપવાની મંજૂરી આપી દીધી છે. જેમ ગોલ્ડ લોન મળે છે, તેવી જ રીતે લોકો હવે Silver Loan પણ લઈ શકશે. આ માટે RBI એ Gold and Silver (Loans) Directions, 2025 જાહેર કર્યા છે જે 1 એપ્રિલ 2026 થી લાગુ થશે. આ નિર્ણય ખાસ કરીને ગ્રામીણ અને મધ્યમ વર્ગ માટે મોટી રાહત માનવામાં આવી રહ્યો છે કારણ કે ઘણા પરિવારો પાસે ચાંદી મુખ્ય સંપત્તિ તરીકે રહે છે.
Silver Loan કોણ આપશે
નવી ગાઇડલાઇન અનુસાર હવે ઘણી નાણાકીય સંસ્થાઓ સિલ્વર લોન ઉપલબ્ધ કરાવશે. આમાં શામેલ છે:
કોમર્શિયલ બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો, રિજનલ રૂરલ બેંકો, અર્બન અને રૂરલ કો-ઓપરેટિવ બેંકો, તેમજ NBFCs અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ. એટલે કે, હવે મોટી સંખ્યામાં લોકો સરળતાથી ચાંદી ગીરવે મૂકીને રોકડ મેળવી શકશે.
કઈ વસ્તુઓ પર લોન મળશે
નવી નીતિમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે કઈ કઈ વસ્તુઓ લોન માટે પાત્ર હશે.
- Gold Jewellery પર વધુમાં વધુ 1 કિલો સુધી,
- Silver Jewellery પર વધુમાં વધુ 10 કિલો સુધી,
- Gold Coin પર 50 ગ્રામ સુધી,
- Silver Coin પર 500 ગ્રામ સુધી લોન મળશે.
જોકે, બુલિયન એટલે કે શુદ્ધ સોનું, શુદ્ધ ચાંદી, ગોલ્ડ ETF કે મ્યુચ્યુઅલ ફંડ પર લોન આપવામાં આવશે નહીં.
કેટલી લોન મળશે — Loan-to-Value Ratio
લોનની રકમ તમારા દાગીનાની કિંમતના આધારે નક્કી થશે.
- 2.5 લાખ રૂપિયા સુધીની લોન પર 85% સુધી,
- 2.5 લાખથી 5 લાખની લોન પર 80% સુધી,
- 5 લાખ રૂપિયાથી ઉપરની લોન પર 75% સુધી લોન મળશે.
ઉદાહરણ તરીકે, જો તમારી પાસે 1 લાખ રૂપિયાની ચાંદી હોય તો તમને 85 હજાર રૂપિયા સુધીની લોન મળી શકે છે.
કિંમત કેવી રીતે નક્કી થશે
બેંક કે NBFC પાછલા 30 દિવસની સરેરાશ ક્લોઝિંગ પ્રાઈસ અથવા પાછલા દિવસની કિંમત (જે ઓછી હોય તે) ને માનક ગણશે. કિંમતો IBJA કે માન્યતા પ્રાપ્ત કોમોડિટી એક્સચેન્જ પાસેથી લેવામાં આવશે જેથી મૂલ્યાંકન પારદર્શક રહે.
લોન પ્રક્રિયા અને સુરક્ષા
દાગીનાનું મૂલ્યાંકન ગ્રાહકની હાજરીમાં થશે. તમામ દસ્તાવેજો ગ્રાહકની સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગીરવે મુકેલા દાગીના બેંકના સુરક્ષિત વોલ્ટમાં રાખવામાં આવશે અને નિયમિત તપાસ પણ કરવામાં આવશે.
લોન ચૂકવ્યા પછી દાગીનાની વાપસી
RBI એ સ્પષ્ટ કર્યું છે કે લોન ચૂકવ્યાના 7 કાર્યકારી દિવસની અંદર બેંકે દાગીના પાછા આપવાના રહેશે. જો વિલંબ બેંકની ભૂલને કારણે થાય તો બેંકે દરરોજ 5,000 રૂપિયા વળતર ચૂકવવું પડશે.
જો ગ્રાહક સમયસર લોન ચૂકવતો નથી તો બેંક નોટિસ મોકલશે. એક મહિના પછી હરાજીની પ્રક્રિયા શરૂ થશે. હરાજીનો રિઝર્વ પ્રાઈસ બજાર ભાવના 90% થી ઓછો નહીં હોય અને બે વાર હરાજી નિષ્ફળ થવા પર તેને 85% સુધી ઘટાડી શકાય છે.
જો ગ્રાહક લોન ચૂકવ્યા પછી 2 વર્ષ સુધી દાગીના લેતો નથી, તો બેંક તેને ‘અનક્લેમ્ડ કોલેટરલ’ જાહેર કરશે અને ગ્રાહક કે તેના વારસદારોનો સંપર્ક કરવા માટે વિશેષ અભિયાન ચલાવશે.











