ઓટીટી ડેબ્યુ માટે જોરદાર મહેનત કરી રહ્યા છે અભિનેતા

ગંગુબાઈ કાઠિયાવાડી ફેમ શાંતનુ મહેશ્વરી ટૂંક સમયમાં ઓટીટી પર ડેબ્યુ કરવા જઈ રહ્યા છે અને તેઓ પોતાના ભાવિ કરિયરને ઓટીટી પર સંપૂર્ણ રીતે કેન્દ્રિત કરવાની આશા રાખે છે.

યુઝર્સ બોલ્યા- સિરીઝનો પ્રોમો કાર્તિક આર્યનની ‘ફ્રેડી’ જેવો

સિરીઝનો પ્રોમો રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ આ સિરીઝની સરખામણી કાર્તિક આર્યનની ફિલ્મ ફ્રેડી સાથે કરી રહ્યા છે.

‘ટુથ પરી: વ્હેન લવ બાઇટ્સ’માં જોવા મળશે શાંતનુ

‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મમાં શાંતનુએ અફસાનનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં તેમના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

ગંગુબાઈ કાઠિયાવાડી ફેમ શાંતનુ મહેશ્વરી કરશે OTT ડેબ્યુ

ડાંસર અને અભિનેતા શાંતનુ મહેશ્વરી ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ પર પદાર્પણ કરવા જઈ રહ્યા છે. તેઓ ટૂંક સમયમાં વેબ સિરીઝ ‘ટુથ પરી : વ્હેન લવ બાઇટ્સ’માં જોવા મળશે. આ સિરીઝમાં શાંતનુની સાથે ‘અ સ્યુટેબલ બોય’ ફેમ તાન્યા મનિકતાલા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Next Story