'ટાઇગર નાગેશ્વર રાવ' એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ ૧૯૭૦ ના દાયકામાં સેટ થયેલ એક્શન થ્રિલર છે. આ ફિલ્મનું નિર્દેશન વામસીએ કર્યું છે અને જીવી પ્રકાશે આ ફિલ્મ માટે સંગીત આપ્યું છે.
રવિ તેજાની હિન્દી ખૂબ જ સારી છે. નૂપુરે કહ્યું કે, રવિ ઘણા બોલિવુડ અભિનેતાઓ કરતાં પણ સારી હિન્દી બોલે છે. તેઓ મારી ઘણી મદદ કરે છે. રવિ ખૂબ જ સાદા છે. મારી પાસે સંવાદો તેલુગુમાં હતા.
તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં નૂપુર સેનને રવિ તેજાના ખૂબ વખાણ કર્યા છે. બોલીવુડ લાઇફ સાથે વાત કરતાં નૂપુર બોલી, “હું અત્યાર સુધી જેટલા પણ લોકોને મળી છું, તેમાં રવિ સૌથી વધુ નમ્ર છે.”
બોલીવુડ અભિનેત્રી કૃતિ સેનનની બહેન નૂપુર સેનન રવી તેજાની ફિલ્મ ‘ટાઇગર નાગેશ્વર રાવ’થી પેન ઈન્ડિયા ડેબ્યુ કરવા જઈ રહી છે. આ તેમની તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં પણ પહેલી ફિલ્મ રહેશે.