હું તેમને ખૂબ પ્રેમ કરું છું - કંગના

કંગનાએ લખ્યું - ‘મેમ મને મળવા માટે અનેક વખત મુંબઈ પણ આવી છે. તેઓ જ્યારે પણ મળે છે, હંમેશા મારા કપાળ પર ચુંબન કરે છે અને બ્લુ ડ્રેસનો કિસ્સો સંભળાવે છે.’

મારી મેમને મને સૌથી વધુ ગર્વ છે

કંગનાએ આગળ લખ્યું- ‘જ્યારે મેં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લીધી, ત્યારે મારી પ્રિન્સિપાલ મેમ એે મને કોલેજમાં ‘પ્રાઇડ ઓફ ડીએવી’ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. મને ખબર છે કે તે સમયે મારી સફળતા પર ઘણા લોકો ખુશ થયા હશે, પણ મારી મેમને મને સૌથી વધુ ગર્વ છે.’

કંગનાએ યાદ કર્યા કોલેજના દિવસોની યાદો

કોલેજ હોસ્ટેલના દિવસોનો ફોટો શેર કરતાં કંગનાએ લખ્યું- ચંડીગઢ ડીએવી હોસ્ટેલમાં આ મારો પહેલો દિવસ હતો અને મારી પ્રિન્સિપાલ શ્રીમતી સાચેદવા મેમ મને મારા પહેરવેશને કારણે નોટિસ કર્યો. તેમણે મને બોલાવી અને પૂછ્યું કે તમે ક્યાંથી છો?

કંગના રનૌતને આવી કોલેજ પ્રિન્સિપાલની યાદ

અભિનેત્રી કંગના રનૌત છેલ્લાં દિવસોમાં પોતાના બાળપણ અને કોલેજના દિવસોની તસવીરો શેર કરી રહી છે. જૂની તસવીરો પોસ્ટ કરતાં કંગનાએ જણાવ્યું કે, તેમની કોલેજ પ્રિન્સિપાલે તેમને પહેલીવાર જોતાં જ આગાહી કરી હતી કે કંગના એક દિવસ મોટી સ્ટાર બનશે.

Next Story