એક ફેન વીડિયો રેકોર્ડ કરીને સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન રોહિત શર્મા પાછળથી આવ્યા અને ફેનને ગુલાબ આપ્યું. ત્યારબાદ કેપ્ટને ફેનને કહ્યું - વિલ યુ મેરી મી? (શું તમે મારી સાથે લગ્ન કરશો?). આ વાત સાંભળીને ફેન રોહિત એ રેકોર્ડિંગ બંધ કરી
રવિવારે રમાયેલા બીજા વનડે મેચ બાદ, સોમવારનાં સવારે ઓસ્ટ્રેલિયાનાં માર્નસ લાબુશેને ભારતનાં ઉપ-કપ્તાન હાર્દિક પંડ્યાનાં જૂતાનાં લેસ બાંધતાં એક ફોટો સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે.
વિશાખાપટ્ટનમમાં રમાયેલા બીજા વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને ૨૩૪ બોલ બાકી રહેતા ૧૦ વિકેટથી પરાજય આપ્યો. મેચમાં કેપ્ટન રોહિત શર્મા ૧૫ બોલમાં માત્ર ૧૩ રન બનાવી શક્યા. ઓસ્ટ્રેલિયાની આ જીત સાથે ત્રણ મેચોની સિરીઝ રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે.
ભારતીય ક્રિકેટ ટીમ વિશાખાપટ્ટનમમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલ બીજી વનડે મેચ ૧૦ વિકેટથી હારી ગઈ. આ દરમિયાન, ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનો વિશાખાપટ્ટનમ એરપોર્ટ પરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.