ઓટીટી સ્ટાર ભુવન બામ સાથે બનાવેલો પ્રોમો

સોશિયલ મીડિયાના જાણીતા કોમેડિયન અને યુટ્યુબર ભુવન બામે શાહરુખ ખાન સાથે ફિલ્મના ઓટીટી સ્ટ્રીમિંગનો એક મનોરંજક પ્રોમો વિડિયો શૂટ કર્યો છે, જેનો વિડિયો પ્રાઇમ વિડિયોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.

ઓટીટી પર રીલીઝ થશે ફિલ્મ

શાહરુખ ખાનની 'પઠાણ' ફિલ્મ હવે ઓટીટી પર જોઈ શકાશે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં શાહરુખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.

ભુવન બામે ફોટો શેર કર્યો

ભુવને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શાહરુખ ખાન સાથેનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં બંને એકબીજાને ગળે લગાડેલા દેખાઈ રહ્યા છે.

ભુવન બામે કિંગ ખાન સાથે શૂટ કર્યું

આ વિડીયોમાં કિંગ ખાન શરૂઆતમાં પઠાણનો ડાયલોગ બોલતા દેખાયા. પણ શાહરુખને આ પસંદ ન આવ્યું અને તેઓ ભુવનને કહે છે, "શું છે યાર, આપ લોકો પ્રમોશનમાં ફિલ્મનો ડાયલોગ કેમ વાપરો છો? કંઈક નવું કેમ નથી વિચારી શકતા?"

Next Story