એક યુઝરે લખ્યું છે કે, રસ્તામાં ગાડી રોકીને એવી યુવતીની મદદ કરનાર ડ્રાઈવરની પણ પ્રશંસા કરવી જોઈએ, જેના પર કપડાં પણ નહોતા. ઘણીવાર લોકો આવી સ્થિતિનો ગેરલાભ ઉઠાવે છે.
બીજા એક યુઝરે લખ્યું છે - આ વાત ખૂબ મહત્વપૂર્ણ છે કે અમાન્ડાએ ચાલતી ગાડીને ઈશારો કરીને રોકી, તેમને જણાવ્યું કે તેઓ સાયકાયટ્રિક એપિસોડમાંથી પસાર થઈ રહ્યા છે અને પોતાની મદદ માટે પોતે જ 911 ને કોલ કર્યો. આ ખરેખર એક મોટી વાત છે.
NBC ન્યૂઝ મુજબ, એમેન્ડા ઘણા સમયથી પોતાના પરિવારથી અલગ રહે છે. એમેન્ડાના એક્સ બોયફ્રેન્ડ પોલ માઈકલે મીડિયાને જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી એમેન્ડા પોતાની દવાઓ લઈ રહી નથી.
તાજેતરમાં, અમેરિકન અભિનેત્રી અમાન્ડા બાયન્સ લોસ એન્જલસના રસ્તાઓ પર કપડાં વગર ફરતી જોવા મળી હતી. મીડિયા અહેવાલો અનુસાર, બેહોશ અવસ્થામાં અમાન્ડાએ પોતે ઇમરજન્સી નંબર ડાયલ કર્યો અને મદદ માટે પોલીસને બોલાવી હતી.