અજય દેવગનની ફિલ્મ ‘ભોલા’ સાઉથની હિટ ફિલ્મ ‘કેથી’ની હિન્દી રીમેક છે. આ ફિલ્મમાં અજય ઉપરાંત તબ્બુ, ગજરાજ રાવ, અને દીપક ડોબરિયાલ જેવા સિતારા જોવા મળશે.
આ વિડિયોમાં અજય દેવગન દરેક સીનમાં પોતે કામ કરતા દેખાઈ રહ્યા છે. વિડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રકારનો એક્શન પહેલા કોઈ ફિલ્મમાં બતાવવામાં આવ્યો નથી.
આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જેમાં અજય દેવગણ હેરાન કરી દે તેવા એક્શન કરતા જોવા મળશે. આ દરમિયાન, અભિનેતાએ ફિલ્મના 6 મિનિટના એક્શન સીન્સનો બીટીએસ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
૬ મિનિટના આ ખતરનાક ટ્રક-બાઇક ચેઝ સિક્વન્સને શૂટ કરવામાં ૧૧ દિવસ લાગ્યા.