ગયા વર્ષે પણ દીપિકા પાદુકોણ અને રણવીર સિંઘ વચ્ચે મનદુઃખની અફવાઓ ફેલાઈ હતી, જે સાંભળીને તેમના ચાહકો ચોંકી ગયા હતા. સોશિયલ મીડિયા પર એક ટ્વીટમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું નથી.
વીડિયો સામે આવતા જ એક યુઝરે કમેન્ટમાં લખ્યું, ‘કંઈક તો ગરબડ છે, એવું લાગી રહ્યું છે કે રોમાન્સ જલ્દી જ પૂરો થઈ ગયો.’ તો બીજાએ લખ્યું, ‘દીપિકા ગુસ્સામાં છે, તેણે હાથ પકડ્યો નથી.’
દીપિકા કાળા રંગની સાડીમાં જોવા મળી હતી. જેમ જેમ તે રેડ કાર્પેટ પર પોતાની ગાડીમાંથી ઉતરી, તેમ તેમ રણવીર તેમની રાહ જોતા દેખાયા.
જ્યારે અભિનેતાએ હાથ પકડવાનો પ્રયાસ કર્યો, ત્યારે કોઈ પ્રતિભાવ મળ્યો નહીં, ચાહકો બોલ્યા- કંઈક તો ગડબડ છે.