તાજેતરમાં જ રશ્મિકા મંદાનાને અભિનેતા બેલ્લાકોન્ડા શ્રીનિવાસ સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં રશ્મિકા પેપરાઝી સાથે કેક કાપતી દેખાઈ રહી છે. આ દરમિયાન તેઓ ખૂબ જ સિમ્પલ લુકમાં હતા. અભિનેત્રી
અભિનેત્રીના કાર્યક્ષેત્રની વાત કરીએ તો, તેઓ તાજેતરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ 'મિશન મજનૂ'માં જોવા મળી હતી. અને હવે ટૂંક સમયમાં જ રશ્મિકા અલ્લુ અર્જુન સાથે 'પુષ્પા: ધ રૂલ'માં જોવા મળશે.
વીડિયોમાં રશ્મિકા ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. તેમણે ખૂબ જ પ્રેમથી કેક કાપીને પેપરાઝીને પણ ખવડાવી. વીડિયો સામે આવતા જ ફેન્સ રશ્મિકાના આ સ્વીટ જેસ્ચરની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને સાથે જ તેમને અગાઉથી જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે.
મુંબઈ એરપોર્ટ પર જન્મદિવસનો કેક કાપવામાં આવ્યો, સિમ્પલ લુકમાં ખૂબસૂરત લાગતી હતી.