સોશિયલ મીડિયા પર એક તરફ ફેન્સ દીપિકાના આ લુકના વખાણ કરી રહ્યા છે, તો બીજી તરફ ઘણા લોકો ગરમીમાં જેકેટ અને રાત્રે ચશ્મા પહેરવા બદલ ટ્રોલ પણ કરી રહ્યા છે. વિડિયો પર એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું, 'રાત્રે કાળા ચશ્માની શું જરૂર છે?' આમ
આ અભિનેત્રીના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો, તે ટૂંક સમયમાં ઋત્વિક રોશન સાથે ફિલ્મ 'ફાઇટર'માં જોવા મળશે. આ ફિલ્મ 2024માં રિલીઝ થશે. આ ફિલ્મમાં અનિલ કપૂર પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ઉપરાંત, અભિનેત્રી તાજેતરમાં શાહરુખ ખાન અને જોન અબ્રાહમ સાથે 'પઠા
દીપિકાએ ઓલિવ ગ્રીન કો-ઓર્ડ સેટ ઉપર આર્મી પ્રિન્ટવાળું જેકેટ પહેર્યું છે. તેમણે આ લુકને બ્લેક ગોગલ્સ અને હેન્ડબેગથી પૂર્ણ કર્યો છે. આ દરમિયાન તેઓ નો મેકઅપ લુકમાં જોવા મળ્યા હતા.
વિડિયો જોયા બાદ યુઝર્સે ટ્રોલ કર્યા, અને પૂછ્યું- ગરમીમાં આટલી જાડી જેકેટ પહેરવી એ પણ ફેશન છે શું?