ઉલ્લેખનીય છે કે 'બાબા' ફિલ્મ ગયા વર્ષે રજનીકાંતના જન્મદિવસ નિમિત્તે ફરીથી રિલીઝ કરવામાં આવી હતી. અહેવાલો મુજબ, આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ જ સારું કલેક્શન કર્યું હતું. રજનીકાંત માટે 'બાબા' ફિલ્મ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
મનીષાએ વધુમાં ઉમેર્યું- ‘જ્યારે બાબા ફિલ્મ ફરીથી બોક્સ ઓફિસ પર રજૂ કરવામાં આવી, ત્યારે તે ખૂબ જ સફળ રહી. કારણ કે, રજનીકાંત સરની ફિલ્મો ક્યારેય ફ્લોપ થઈ શકતી નથી. તેઓ પોતાના કામ પ્રત્યે હંમેશા ખૂબ જ સક્રિય અને વ્યાવસાયિક રહ્યા છે.’
મનીષાએ વધુમાં કહ્યું- ‘બાબા રીલીઝ થાય તે પહેલાં હું અનેક સાઉથ ફિલ્મો કરી રહી હતી, પરંતુ બાબાની બોક્સ ઓફિસ કટોકટી પછી, મને ફિલ્મોના ઓફર ઓછા મળવા લાગ્યા. ધીમે ધીમે મારા ઓફર બંધ થઈ ગયા.’
તેમણે કહ્યું- ફિલ્મ 'બાબા' ફ્લોપ થયા પછી મને લાગ્યું કે મારું સાઉથ ફિલ્મોમાં કરિયર પૂરું થઈ ગયું છે.