કેટલાક લોકોમાં એકદમ અચાનક અને ઉન્મત્ત રીતે ખાવાની ઇચ્છા જાગે છે. ડોક્ટરો આને 'બિન્જ ઇટિંગ એપિસોડ' કહે છે. આવું ત્યારે થાય છે જ્યારે તણાવ, ડાયટિંગ, શરીરના આકારને લગતી નકારાત્મક લાગણીઓ, અથવા કોઈ અન્ય માનસિક સમસ્યાઓ મન પર ભારે થાય છે.
આના કારણે તે ઉંમરે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આનો ખતરો સામાન્ય રીતે છોકરીઓમાં વધુ હોય છે અને જો માતા કે પિતાને આ ડિસઓર્ડર રહ્યો હોય તો તેમના સંતાનોમાં પણ તે ફેલાવાનો ભય વધી જાય છે.
જેમાં વ્યક્તિ પોતાના સામાન્ય આહાર કરતાં અનેક ગણું વધારે ખાવા લાગે છે અને ઇચ્છા હોવા છતાં પોતાને રોકી શકતો નથી. તેનું પેટ ભરાઈ જાય છે, પણ મન નથી ભરાતું. ભૂખ ન હોવા છતાં પણ તે દિવસમાં ઓછામાં ઓછા 4 થી 5 વખત પેટ ભરીને ખાય છે.
બપોર-સાંજે હુમલો થાય છે, છોકરીઓને વધુ ખતરો, માતા-પિતા પાસેથી મળતો આ રોગ ડોક્ટરો પકડી શકતા નથી.