બ્રહ્માસ્ત્રની ભૂલોનું પુનરાવર્તન નહીં થાય - અયાન

મીડિયા સાથેની વાતચીત દરમિયાન અયાને જણાવ્યું હતું કે, મને લાગે છે કે ‘બ્રહ્માસ્ત્ર’માં કેટલીક ભૂલો થઈ હતી. આ ફિલ્મને મિશ્ર પ્રતિક્રિયાઓ મળી હતી. છતાં પણ અમને ખૂબ સારા આંકડા મળ્યા, ઘણા લોકોને અમારી ફિલ્મ ગમી હતી.

આ વખતે ફિલ્મ લખવામાં સમય લાગી શકે છે - અયાન

મીડિયા સાથે વાત કરતા અયાને જણાવ્યું કે, આ વખતે અમે ‘બ્રહ્માંડ 2’ અને ‘બ્રહ્માંડ 3’નું શૂટિંગ એકસાથે કરીશું. આ વખતે અમને લાગે છે કે ફિલ્મ લખવામાં અમને વધુ સમય લાગી શકે છે. હું જાણું છું કે આ વખતે ફિલ્મને લઈને લોકોને ઘણી આશાઓ છે.

તાજેતરમાં ડાયરેક્ટર અયાન મુખર્જીએ પોતાની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર 2’ અને ‘બ્રહ્માસ્ત્ર 3’ વિશે માહિતી શેર કરી છે

અયાન મુખર્જીએ જણાવ્યું છે કે આ વખતે તેઓ ‘બ્રહ્માસ્ત્ર’ના બંને ભાગોનું એક સાથે શૂટિંગ કરશે. તેમણે એમ પણ ઉમેર્યું કે આ વખતે ફિલ્મને સફળ બનાવવા માટે તેઓ કોઈ કસર છોડશે નહીં અને ફિલ્મની સ્ક્રિપ્ટ પર ખાસ ધ્યાન આપશે.

બ્રહ્માંસ્ત્ર ૨ અને ૩નું એકસાથે શૂટિંગ

અયાન મુખર્જીએ જણાવ્યું- બ્રહ્માંસ્ત્રમાં કેટલીક ભૂલો થઈ હતી, આ વખતે પહેલા ફિલ્મને સારી રીતે લખીશું.

Next Story