2 એપ્રિલ 1969ના રોજ અજય દેવગનનો જન્મ મુંબઈમાં થયો હતો. તેઓ પોતાના સમયના જાણીતા નિર્દેશક વીરુ દેવગનના પુત્ર છે. ઘરના લોકો તેમને સ્નેહથી રાજુ કહેતા હતા. તેમણે પહેલા સિલ્વર બીચ હાઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે મિઠીબાઈ કોલેજમાં પ્રવેશ મેળવ્યો
આજે અજય ઉદ્યોગના સૌથી સફળ હીરોમાંના એક છે. ૧૯૯૧ની ફૂલ અને કાંટેથી શરૂ થયેલું અજયનું સફર આજે પણ દ્રશ્યમ ૨, ભોલા, મેદાન, સિંઘમ અગેન જેવી ફિલ્મોથી ચાલુ છે.
એક સમય એવો પણ હતો કે જ્યારે તેમણે કહ્યું કે હું અભિનેતા બનીશ, ત્યારે પાસે ઉભેલા મિત્રો જોરજોરથી હસવા લાગ્યા. દરેક વ્યક્તિ આ વાતનો મજાક ઉડાવતી હતી કે આ શ્યામ અને સામાન્ય દેખાવવાળો છોકરો હીરો કેવી રીતે બનશે?
મિત્રો કહેતા હતા - તું હીરો બનશે? ૫૭૨ કરોડ નેટવર્થ, પ્રાઇવેટ જેટ ખરીદનાર પહેલા અભિનેતા.