‘એનટીઆર 30’ ફિલ્મ આવતા વર્ષે 5 માર્ચ, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ જુનિયર એનટીઆરની પહેલી સોલો પેન ઇન્ડિયા ફિલ્મ છે, જે તેલુગુ ઉપરાંત તમિલ, હિન્દી, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ કરવામાં આવશે.
જાણવા મળ્યું છે કે, જાહ્નવી કાપૂર જલ્દી જ જુનિયર એનટીઆરની ફિલ્મ દ્વારા ટોલીવુડમાં ડેબ્યુ કરશે. આ ફિલ્મનો એક પોસ્ટર જાહ્નવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો, જેમાં તે ગ્રીન કલરની સાડીમાં અત્યંત સુંદર દેખાઈ રહી હતી.
તાજેતરમાં જ તેઓ મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ના ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં જાહ્નવી ઓલ વ્હાઇટ લુકમાં જોવા મળી રહી છે. મોતીવાળા બ્લાઉઝ અને સફેદ લહેંગામાં તેઓ અત્યંત સુંદર લાગી રહી છે.
મોતીથી જડેલા બ્લાઉઝ અને સફેદ લહેંગામાં જાન્હવી કપૂર ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમનો વીડિયો જોઈને ચાહકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.