નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોન્ચ ઇવેન્ટનો શનિવારે બીજો દિવસ

બોલીવુડ ઉપરાંત હોલીવુડના અનેક સેલેબ્સે આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. હાલમાં સોશિયલ મીડિયા પર ઇવેન્ટના અનેક વીડિયો સામે આવ્યા છે, જેમાં શાહરુખ ખાન પોતાના ગીત 'ઝૂમે જો પઠાણ' પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

મહેમાનોની માંગ પર SRK એ ફરી કર્યો ડાન્સ

ત્યારબાદ શાહરૂખ ખાને મ્યુઝિક ચાલુ કરવાનો ઈશારો કર્યો અને ફરી એકવાર “જુમે જો પઠાણ” ગીત વગાડવામાં આવ્યું. આટલામાં રણવીર સિંહ અને વરુણ ધવન પણ તેમની સાથે જોડાયા અને કિંગ ખાને તેમને ડાન્સ સ્ટેપ શીખવાડ્યા.

અંબાણીના ઘરે પાર્ટી રાખશો, તો મહેમાન નવાજી માટે પઠાણ તો આવશે જ

વીડિયોમાં શાહરુખ ખાન દમદાર એન્ટ્રી લે છે અને જુમ્મે જુમ્મે પઠાણ પર ડાન્સ કરે છે. ડાન્સ પૂર્ણ થયા પછી તેઓ કહે છે - 'પાર્ટી જો અંબાણીના ઘરે રાખશો, તો મહેમાન નવાજી માટે પઠાણ તો આવશે જ.'

અંબાણી કલ્ચરલ ઇવેન્ટમાં શાહરુખ ખાનનો જબરદસ્ત પરફોર્મન્સ

રણવીર સિંહ અને વરુણ ધવનને ‘જુમે જો પઠાણ’નો હુક સ્ટેપ શીખવાડ્યો.

Next Story