તે શાનદાર પરફોર્મન્સ પછી તો જાણે મારા કૌશલ્યને પાંખો લાગી ગઈ. ત્યારબાદ મેં IIT દિલ્હી ક્લાસિકલ કોમ્પિટિશનમાં ભાગ લીધો અને વિજેતા બની.
વર્ષ 2004 ની વાત છે. ત્યારે હું માત્ર 10 વર્ષની હતી. મને કહેવામાં આવ્યું કે મને પ્રધાનમંત્રી સમક્ષ પ્રદર્શન કરવાનું છે. ત્યારે આપણા દેશના પીએમ ડૉ. મનમોહન સિંહ હતા.
છેલ્લા સાત વર્ષથી રશ્મિત મુંબઈમાં એકલી સંઘર્ષ કરીને નવા શિખરને પ્રાપ્ત કરવા સતત પ્રયાસ કરી રહી છે.
દસ વર્ષની ઉંમરે પ્રધાનમંત્રી સમક્ષ ગુરુવાણી ગાઈ, ‘બાજરા દા સિટ્ટા’થી પ્રખ્યાત થઈ, અને હવે ‘તકદીર’ ખુલી.