ઈજાને કારણે ન્યુઝીલેન્ડ સામે વનડે મેચ નહીં રમી શક્યા, પરત ફર્યા પછી ફરી ઈજાગ્રસ્ત

ઈજાના કારણે જ અય્યર ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચોની વનડે શ્રેણી અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચ રમી શક્યા ન હતા. તેમણે બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં પુનર્વસન પૂર્ણ કર્યું હતું.

IPL ફ્રેન્ચાઇઝી KKR એ અય્યરને ૧૨.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યા, કેપ્ટનની શોધ શરૂ

IPL ૨૦૨૨ના મેગા ઓક્શનમાં KKRએ અય્યરને ૧૨.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. ગયા સિઝનમાં ભલે અય્યરની કેપ્ટનશિપ હેઠળ KKR સારું પ્રદર્શન કરી શક્યું ન હોય, પરંતુ તેમણે પોતાના બેટથી શાનદાર રમત દેખાડી હતી.

વન-ડે વર્લ્ડ કપ માટે તકો છે, પરંતુ WTC અને IPL મુશ્કેલ

IPLના મેચ 31 માર્ચથી શરૂ થશે. આ ટુર્નામેન્ટ મેના અંત સુધી ચાલશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઇનલ મુકાબલો ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે 7 થી 11 જૂન દરમિયાન ઇંગ્લેન્ડના ધ ઓવલ ખાતે રમાશે.

IPL-WTC ફાઇનલમાંથી શ્રેયસ બહાર થઈ શકે છે

ભારતના ટોચના ક્રમના બેટ્સમેન શ્રેયસ અય્યર IPL અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના ફાઇનલમાંથી બહાર થઈ શકે છે. પીઠના દુખાવાને કારણે શ્રેયસ અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટ અને વન-ડે શ્રેણીમાં પણ રમી શક્યા ન હતા.

Next Story