બ્રોબર્ન સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં છ વિકેટના નુકસાન પર 178 રન બનાવ્યા.
૧૭૯ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં યુપીએ ૩૯ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં ચોથા ક્રમ પર બેટિંગ કરવા આવેલી તાહલિયા મેકગ્રા અને ગ્રેસ હેરિસે ૫૩ બોલમાં ૭૮ રનની અમૂલ્ય ભાગીદારી કરી ટીમને ૧૦૦ રનના આંકડા સુધી પહોંચાડી.
ટીમે ગુજરાત જાયન્ટ્સને રોમાંચક મુકાબલામાં ૩ વિકેટથી હરાવીને પ્લેઓફમાં પ્રવેશ કરનારી ત્રીજી ટીમ બની છે.
ગુજરાતને 3 વિકેટથી પરાજય આપીને; ગ્રેસ હેરિસે 72 રનની મેચ જીતાવનારી ઈનિંગ રમી.