IPL ની સૌથી સફળ ટીમ: મુંબઈ

મુંબઈ ઈન્ડિયન્સ ભારતની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સૌથી સફળ ફ્રેન્ચાઇઝી છે. ટીમે IPL ના 5 ખિતાબ જીત્યા છે. આ ફ્રેન્ચાઇઝી 2013, 2015, 2017, 2019 અને 2020 ના સિઝનમાં ચેમ્પિયન બની હતી.

ઉન્મુક્ત ચાંદ અને કોરી એન્ડરસન જેવા ખેલાડીઓ રમશે

મેજર લીગ ક્રિકેટમાં ભારતના અંડર-૧૯ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઉન્મુક્ત ચાંદ અને ન્યુઝીલેન્ડના કોરી એન્ડરસન જેવા મોટા ખેલાડીઓ ભાગ લેશે. ઉન્મુક્ત લોસ એન્જલસ નાઇટ રાઇડર્સ તરફથી અને એન્ડરસન સેન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ તરફથી રમતા જોવા મળશે.

જુલાઈ મહિનામાં રમાશે પહેલો સિઝન

લીગનો પહેલો સિઝન ૧૩ થી ૩૦ જુલાઈની વચ્ચે યોજાશે. આમાં છ ટીમો ભાગ લેશે. આમાં ડાલાસ, સેન્ટ ફ્રાન્સિસ્કો, ન્યૂયોર્ક સિટી, સિએટલ, લોસ એન્જલસ અને વોશિંગ્ટન ડી.સી.ની ટીમોનો સમાવેશ થાય છે.

એમઆઈએ મેજર લીગ ક્રિકેટમાં ન્યૂયોર્કની ફ્રેન્ચાઈઝી ખરીદી

આ ટુર્નામેન્ટમાં ડીસી, કેકેઆર અને સીએસકેની ટીમો પણ ભાગ લેશે. આ મુંબઈની પાંચમી ફ્રેન્ચાઈઝી છે.

Next Story