આ ભારત માટે તેમનો 250મો મેચ હતો. 28 વર્ષીય ખેલાડી ટોક્યો ઓલિમ્પિક પછીથી ઈજા સાથે સંઘર્ષ કરી રહી છે. આ પછી તેમણે વર્લ્ડ કપ અને કોમનવેલ્થ ગેમ્સ ગુમાવ્યા.
રાણીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ 2020માં ઓલિમ્પિક્સમાં પહેલીવાર સેમિફાઇનલમાં પહોંચી હતી. રાણીએ આ વર્ષની શરૂઆતમાં સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ભારતીય ટીમમાં વાપસી કરી હતી, જ્યારે તેમને 22 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.
આભાર વ્યક્ત કરતાં રાણીએ જણાવ્યું, મારા નામ પર સ્ટેડિયમ બનવું મારા માટે ગૌરવની વાત છે. હું તેને ભારતીય મહિલા હોકી ટીમને સમર્પિત કરું છું. મને આશા છે કે આ આવનારી પેઢી અને ખેલાડીઓને પ્રેરણા આપશે.
પ્રથમ વખત કોઈ મહિલા હોકી ખેલાડીના નામ પર સ્ટેડિયમનું નામકરણ કરવામાં આવ્યું છે. ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રાણી રામપાલ છે.