રોહિતની સરેરાશ 43.75 રહી. જ્યારે કોહલીએ 32.18 ની સરેરાશથી રન બનાવ્યા છે. રાહુલે 11 મેચમાં 30.28 ની સરેરાશથી 636 રન ફટકાર્યા છે.
પાંચ દેશોના ખેલાડીઓમાંથી ટીમ બનાવવામાં આવી છે.
વિઝડને 2021-2023ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પ્રદર્શનના આધારે 11 ખેલાડીઓની ટીમ પસંદ કરી છે. આ વખતે ભારતના ટોચના ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા અને કે.એલ. રાહુલને સ્થાન મળ્યું નથી.
ભારત તરફથી જાડેજા, પંત અને બુમરાહને સ્થાન; પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડીઝ અને ન્યુઝીલેન્ડમાંથી કોઈ ખેલાડી નહીં.