ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ ૩૫.૪ ઓવરમાં ૧૮૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઓપનિંગ કરવા આવેલા મિચેલ માર્શે ૬૫ બોલમાં ૮૧ રનની આક્રમક ઇનિંગ રમી. જોશ ઇંગ્લિસે ૨૬ અને કેપ્ટન સ્ટીવ સ્મિથે ૨૨ રનનો ફાળો આપ્યો.
ટીમ ઈન્ડિયાને વાંખેડે સ્ટેડિયમમાં છેલ્લી જીત ઓક્ટોબર 2011માં ઈંગ્લેન્ડ સામે મળી હતી. ત્યારબાદ ટીમે અહીં 3 મુકાબલા રમ્યા, પરંતુ ત્રણેયમાં હારનો સામનો કરવો પડ્યો.
૧૮૯ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમનું ટોપ ઓર્ડર કંઈ ખાસ કરી શક્યું નહીં. એક સમયે ટીમે ૩૯ રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ સમયે ઈશાન કિશન ૩, વિરાટ કોહલી ૪ અને સૂર્યકુમાર યાદવ ૦ રન પર આઉટ થયા હતા.
ઓસ્ટ્રેલિયાને ૫ વિકેટથી પરાજય આપ્યો; રાહુલની ફિફ્ટી, જાડેજા સાથે નાબાદ ૧૦૮ રનની ભાગીદારી