અકસ્માત બાદ પંત લગભગ છ અઠવાડિયા સુધી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. ત્યાં તેમના ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી. તેમની પ્રારંભિક સારવાર દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં કરવામાં આવી હતી.
પંત થોડા દિવસો પહેલાં બેસાખીના સહારે ચાલતા જોવા મળ્યા હતા. તેમણે ૧૦ ફેબ્રુઆરીએ કેટલાક ફોટા પોસ્ટ કર્યા હતા, જેમાં તેઓ અકસ્માત પછી પહેલીવાર ચાલતા દેખાયા હતા.
ભારતના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત હવે સ્વસ્થ થઈ રહ્યા છે. ૨૫ વર્ષના આ સ્ટાર વિકેટકીપર હવે સ્ટિકના સહારે ચાલી પણ શકે છે. તેઓ ટૂંક સમયમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે. આ માટે પંત ખૂબ જ મહેનત પણ કરી રહ્યા છે.
ગાડી અકસ્માત બાદ છ અઠવાડિયા સુધી તેઓ હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા.