બીસીસીઆઈએ એક તબીબી અપડેટમાં જણાવ્યું છે કે, શ્રેયસ અય્યરને ત્રીજા દિવસના રમત બાદ પીઠના નીચેના ભાગમાં દુખાવો થયો છે. તેઓ સ્કેન માટે ગયા છે.
ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે 17, 19 અને 22 માર્ચના રોજ 3 વનડે મેચ રમશે. ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વનડે મુંબઈમાં, બીજો વિશાખાપટ્ટનમમાં અને ત્રીજો ચેન્નાઈમાં રમાશે.
અય્યર હાલમાં બોર્ડની મેડિકલ ટીમની દેખરેખમાં છે. ઈજાને કારણે તેમણે ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચોની વનડે શ્રેણી અને ઓસ્ટ્રેલિયા સામેનો પહેલો ટેસ્ટ મેચ છોડવો પડ્યો હતો.
પીઠના નીચેના ભાગમાં દુખાવાને કારણે ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણીના અંતિમ ટેસ્ટ મેચ બાદ વનડે શ્રેણીમાંથી બહાર થયેલા શ્રેયસ આયરના IPL રમવા પર પણ શંકા છે.