શૉર્ટ માટે આ તેમનો પહેલો IPL અનુભવ રહેશે. તાજેતરમાં પૂર્ણ થયેલા બિગ બેશ લીગમાં તેઓ ટુર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડી રહ્યા હતા.
સપ્ટેમ્બર 2022માં, બેયરસ્ટો મિત્રો સાથે ગોલ્ફ રમતા સમયે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઈજા તેમને સાઉથ આફ્રિકા સામેના ત્રીજા ટેસ્ટ મેચ પહેલાં થઈ હતી. ગોલ્ફ રમતી વખતે તેઓ પડ્યા હતા.
પંજાબ કિંગ્સે BCCI દ્વારા ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડનો અનેક વખત સંપર્ક કરીને બેયરસ્ટોની ઈજા અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. હવે ECB એ સ્પષ્ટ કર્યું છે કે બેયરસ્ટો IPLમાં રમી શકશે નહીં.
સ્ટાર બેટ્સમેન જોની બેયરસ્ટો ઈજાગ્રસ્ત, ઓસ્ટ્રેલિયાના મેથ્યુ શોર્ટ તેમનું સ્થાન લેશે.