ટુર્નામેન્ટમાંથી બહાર થયેલા જેક્સને ફ્રેન્ચાઇઝીએ ૩.૨ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. બાંગ્લાદેશ સામે રમાયેલા બીજા વનડે મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે તેમને સ્નાયુમાં ઈજા થઈ હતી. આ ઈજાના કારણે તેઓ ટુર્નામેન્ટમાંથી બહાર થયા છે.
માઇકલ બ્રેસવેલે વર્ષ ૨૦૨૨માં ન્યુઝીલેન્ડ તરફથી પોતાનો ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ૧૬ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં તેમણે ૧૧૩ રન બનાવ્યા છે અને સાથે સાથે ૨૧ વિકેટ પણ ઝડપી છે.
ડિસેમ્બરમાં યોજાયેલી મિની ઓક્શનમાં માઈકલ બ્રેસવેલને કોઈ ખરીદાર મળ્યો ન હતો. તેમનો બેઝ પ્રાઈસ એક કરોડ રૂપિયા હતો. ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના આ ઓલરાઉન્ડર IPLમાં પહેલાં ક્યારેય રમ્યા નથી.
ટિલ વિલ જેક્સની જગ્યાએ એક કરોડ રૂપિયાના બેઝ પ્રાઇસમાં ટીમમાં જોડાયા છે.