રિચાર્ડસન અને ઈજાનો લાંબો સંબંધ રહ્યો છે. કાંડાની સર્જરીને કારણે તેઓ 2019માં વનડે વિશ્વ કપ અને એશિઝમાંથી બહાર થઈ ગયા હતા. ડિસેમ્બર 2021માં એડિલેડમાં ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ઇનિંગ્સમાં તેમણે પાંચ વિકેટ ઝડપીને શાનદાર વાપસી કરી હતી.
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જેસન રિચાર્ડસન ૧૭ માર્ચથી શરૂ થનારી ભારત સામેની ત્રણ વનડે મેચોની શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. તેમને હેમસ્ટ્રિંગમાં ઇજા થઈ છે. ૨૬ વર્ષીય રિચાર્ડસનની જગ્યાએ ટીમમાં મીડિયમ ફાસ્ટ બોલર નાથન એલિસનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રિચાર્ડસનને આ ઈજા બિગ બેશ લીગ એટલે કે BBL દરમિયાન થઈ હતી. રિચાર્ડસને આ બાબતની જાણકારી ટ્વિટર દ્વારા આપી હતી. રિચાર્ડસને પોતાના સત્તાવાર ટ્વિટર પર લખ્યું, "ઈજાઓ ક્રિકેટનો ભાગ છે."
બુમરાહ પછી, ઑસ્ટ્રેલિયાઈ ફાસ્ટ બોલર જેસન રિચાર્ડસન IPLમાંથી બહાર થયા.