શાકિબ પર પહેલાં પણ લાગ્યો છે પ્રતિબંધ

શાકિબ 2019માં 2 વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. હકીકતમાં, 2019માં સટ્ટાબાજ સાથે સંપર્ક કર્યા બાદ તેમણે તેની જાણ ન કરતાં ICCએ તેમના પર આ પ્રતિબંધ લગાવ્યો હતો. આ ઘટના શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે સામેની શ્રેણી દરમિયાન બની હતી.

ઈંગ્લેન્ડ સામે T-20 શ્રેણીમાં શાકિબ કપ્તાની કરી રહ્યા છે

શાકિબ અલ-હસન હાલમાં ઈંગ્લેન્ડ સામેની T-20 શ્રેણીમાં બાંગ્લાદેશ ટીમની કપ્તાની કરી રહ્યા છે. ૯ માર્ચના રોજ રમાયેલા પ્રથમ T-20 મુકાબલામાં બાંગ્લાદેશે T-20 અને વન-ડે વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ૬ વિકેટથી પરાજય આપ્યો હતો.

ઢાકા પ્રીમિયર લીગમાં સ્ટમ્પ્સ ઉખાડી ફેંક્યા હતા

શાકિબ અલ હસન પહેલાં પણ વિવાદોમાં ફસાયા છે. જૂન 2021માં ઢાકા પ્રીમિયર લીગમાં શાકિબે મેચ દરમિયાન અમ્પાયર પાસે અપીલ કરી હતી. અમ્પાયરે બેટ્સમેનને આઉટ ન કરતાં શાકિબે ગુસ્સામાં સ્ટમ્પ્સ પર લાત મારી હતી.

ભીડ પર શાકિબ અલ હસનનો ફાટ્યો ગુસ્સો:

ઇવેન્ટ દરમિયાન સિક્યોરિટી વચ્ચે ફેનને માર માર્યો.

Next Story