અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન વર્ષ ૨૦૧૭માં થયા હતા. ત્રણ વર્ષની ડેટિંગ બાદ બંનેએ ઇટાલીના ટસ્કનીમાં સાત ફેરા લીધા હતા. અનુષ્કાએ ૨૦૨૧માં પુત્રી વામિકાને જન્મ આપ્યો. માતા બન્યા બાદથી અનુષ્કા ફિલ્મોથી દૂર છે.
વિરાટે કહ્યું, 'હવે તો હું પીતો નથી, પણ પહેલાં જ્યારે પણ કોઈ પાર્ટીમાં જાતો ત્યારે બે-ત્રણ પીણાં પછી હું રોકાતો નહોતો. રાતભર ડાન્સ કરતો અને પછી મને કશી પરવા નહોતી રહેતી. ખેર, આ બધું પહેલાંની વાત છે. હવે એવું નથી થતું.'
અનુષ્કાએ જણાવ્યું, 'હવે અમે રાત્રે ૯:૩૦ વાગ્યા સુધીમાં પથારીમાં હોઈએ છીએ. પહેલાં રાત્રે ૩ વાગ્યા સુધી જાગતા હતા, મોડી રાતની પાર્ટી કરતા હતા, પણ વામિકાના જન્મ બાદ એ શક્ય નથી. આ કોઈ બહાનું નથી, પણ વાસ્તવિકતા છે.'
હવે પીવાનું છોડી દીધું છે; અનુષ્કા બોલ્યા- અમે ૯.૩૦ વાગ્યા સુધીમાં સૂઈ જઈએ છીએ