ભારતીય લેગ સ્પિનર અમિત મિશ્રા IPL ના દિગ્ગજ ખેલાડી છે. તેમણે પોતાના સમગ્ર કારકિર્દી દરમિયાન દિલ્હી અને હૈદરાબાદ ફ્રેન્ચાઇઝી માટે રમ્યા છે, પરંતુ આ વખતે તેઓ લખનઉ ટીમનો ભાગ છે.
વેસ્ટ ઇન્ડીઝના બોલિંગ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોને "મેન વિથ ધ ગોલ્ડન આર્મ" કહેવામાં આવે છે. કારણ કે તેઓ પોતાની ટીમને જરૂરિયાતના સમયે મહત્વપૂર્ણ સફળતા અપાવે છે. IPLના ૧૬૧ મેચોમાં તેમના નામે સૌથી વધુ ૧૮૩ વિકેટ છે. આ મેચોમાં તેમણે ૩૯.૩% ડોટ બોલ ફેંક્યા છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ફાઇનલ મુકાબલો રમાશે. 10 ટીમો 59 દિવસ સુધી IPLનો ખિતાબ જીતવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે.
ટોપ-10માં 7 ભારતીયોનો સમાવેશ; ચહલ દર 17 બોલમાં વિકેટ ઝડપે છે; અમિત મિશ્રાના નામે 3 હેટ્રિક