આ ફિલ્મનું નિર્દેશન અમિત રવિન્દ્રનાથ શર્માએ કર્યું છે. જી સ્ટુડિયો, બોની કપૂર, અરુણાવા જોય સેનગુપ્તા અને આકાશ ચાવલાએ આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. ફિલ્મમાં એ.આર. રહેમાનનું સંગીત છે અને રીતેશ શાહનો સ્ક્રીનપ્લે છે.
આ ફિલ્મ ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક છે. તેમને ભારતમાં ફૂટબોલના પિતા તરીકે ગણવામાં આવે છે. આ ફિલ્મમાં અજય દેવગણ ઉપરાંત બોમન ઈરાની, રુદ્રાનિલ ઘોષ, પ્રિયામણી અને ગજરાજ રાવ પણ મુખ્ય ભૂમિકામાં છે.
અજય દેવગને ટ્વીટ કરીને જાણકારી આપી છે કે ફિલ્મ ‘મેદાન’નો ટીઝર ‘ભોલા’ ફિલ્મ સાથે જ રિલીઝ કરવામાં આવશે. તેમણે ફિલ્મનું પહેલું લુક પોસ્ટર પણ શેર કર્યું છે.
‘ભોલા’ ફિલ્મ સાથે ‘મેદાન’નો ટીઝર રિલીઝ થશે. આ ફિલ્મ ભારતીય ફૂટબોલના સુવર્ણકાળ પર આધારિત છે.