ગુજરાત ટાઇટન્સના બેટ્સમેન કેન વિલિયમસન પ્રથમ ઇનિંગ્સમાં બાઉન્ડ્રી લાઇન પર કેચ પકડવા જતાં ઈજાગ્રસ્ત થયા છે. 13મા ઓવરની ત્રીજી બોલ ગુજરાતના જોશુઆ લિટલે શોર્ટ પિચ ફેંકી હતી. ચેન્નાઈના ગાયકવાડે શોટ રમ્યો, બોલ મિડ-વિકેટ તરફ ગયો. બાઉન્ડ્રી પર ઉભેલા વિલિયમસન
IPLમાં પહેલીવાર વાઇડ અને નો બોલ પર રિવ્યુ લેવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ગુજરાતના બેટ્સમેન શુભમન ગિલે સૌપ્રથમ આનો ઉપયોગ કર્યો. 14મા ઓવરના અંતિમ બોલ પર CSKના રાજવર્ધન હાંગરગેકરે બીજી બાઉન્સર ફેંકી. અમ્પાયરે નો બોલ ન આપતા ગિલે રિવ્યુ લીધું.
પહેલી ઇનિંગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી મોઈન અલી તોફાની બેટિંગ કરી રહ્યા હતા. પાવરપ્લેના અંતિમ ઓવરમાં રાશિદ ખાને તેમને પેડ પર બોલ ફટકાર્યો. અમ્પાયરે મોઈનને એલબીડબ્લ્યુ આઉટ આપ્યો, પરંતુ ડીઆરએસનો ઉપયોગ કરીને તેઓ બચી ગયા.
તુષાર દેશપાંડે IPLના પ્રથમ ઇમ્પેક્ટ પ્લેયર બન્યા, કેચ લેવામાં વિલિયમસન ઘાયલ; ટોપ મોમેન્ટ્સ જુઓ