કે.એલ. રાહુલની કપ્તાની હેઠળની લખનૌ સુપરજાયન્ટ્સ ટીમનો ઉત્સાહ સિઝનના પહેલા જ મેચમાં જોવા મળશે. ટીમે પોતાના પ્રથમ સિઝનમાં જ પ્લેઓફમાં પ્રવેશ કર્યો હતો, 14માંથી 9 મેચ જીતીને ટોપ-4માં સ્થાન મેળવ્યું હતું. આ વખતે નીકોલસ પૂરનના આગમનથી ટીમ વધુ મજબૂત બની છે.
ડેવિડ વોર્નર પહેલીવાર દિલ્હીની કપ્તાની કરશે. તેઓ ૨૦૧૬માં પોતાની કપ્તાની હેઠળ SRHને ચેમ્પિયન બનાવી ચૂક્યા છે. જ્યારે દિલ્હીની ટીમ એક પણ વાર IPLનો ખિતાબ જીતી શકી નથી. ૧૫ સિઝનમાંથી ૬ વાર ટીમ પ્લેઓફમાં પહોંચી છે અને એક વાર ફાઇનલ પણ રમી છે.
આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં બે મેચ રમાશે. પહેલો મુકાબલો મોહાલીમાં પંજાબ અને કોલકાતા વચ્ચે રમાશે. જ્યારે બીજો મુકાબલો લખનઉના એકાના સ્ટેડિયમમાં લખનઉ અને દિલ્હી વચ્ચે રમાશે. લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેનો મુકાબલો સાંજે 7:30 વાગ્યે
ગયા સિઝનમાં લખનઉ સામે દિલ્હી બંને મેચ હારી ગઈ હતી; શક્ય પ્લેઈંગ-11 જાણો.