બેટર્સમાં હેરી બ્રુક, યશસ્વી જયસ્વાલ, જોસ બટલર અને મયંક અગ્રવાલને પસંદ કરી શકાય છે. બધા જ વિસ્ફોટક બેટ્સમેન છે અને હૈદરાબાદની પીચ પર મોટી ઇનિંગ્સ રમવા સક્ષમ છે.
તેમનો IPL રેકોર્ડ અને પાછલા પ્રદર્શન પર પણ નજર નાખીશું, જેનાથી તમે તમારી ટીમમાં સામેલ કરીને ફેન્ટેસી લીગ જીતી શકો છો.
આજે IPLમાં બે મેચ રમાશે. પહેલી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બપોરે ૩:૩૦ વાગ્યે શરૂ થશે. જ્યારે બીજી મેચ સાંજે ૭:૩૦ વાગ્યે મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે.
સંજુ સેમસન વધુ પોઈન્ટ્સ અપાવી શકે છે, ભુવનેશ્વર-બોલ્ટને પીચમાંથી મદદ મળશે.