સીએમ સરમા બાઉન્ડ્રી તરફ જતી બોલને પોતાના પગથી બચાવી લીધી. બોલ બાઉન્ડ્રી તરફ જઈ રહી હતી, તે સમયે તેઓ દોડતા આવ્યા અને પોતાના પગ વડે બોલને બચાવી લીધો. ત્યારબાદ તેમણે થ્રો કર્યો.
મુખ્યમંત્રી ઇલેવન અને મુખ્ય ન્યાયાધીશ ઇલેવન નામથી બનેલી બે ટીમો વચ્ચે ક્રિકેટ મેચ રમાયો. મેચ ટાઈ રહ્યો અને અંતે બન્ને ટીમોને વિજેતા જાહેર કરવામાં આવી.
આ દરમિયાન તેમણે શાનદાર રીતે બાઉન્ડ્રી પણ બચાવી હતી. શનિવારે અસમના કેબિનેટ મંત્રીઓ અને ધારાસભ્યોએ ગુવાહાટીમાં ન્યાયાધીશો સાથે મળીને એક ખાસ ક્રિકેટ મેચમાં ભાગ લીધો હતો. આ મેચ હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીના ભાગરૂપે રમાઈ હતી.
ગુવાહાટી હાઇકોર્ટ અને કેબિનેટ મંત્રીઓ વચ્ચે રમાયેલા ક્રિકેટ મેચમાં શ્રી સરમાએ ભાગ લીધો હતો.