કે.એલ. રાહુલની કેપ્ટન્સીવાળી લખનૌ સુપર જાયન્ટ્સ આ લીગમાં બીજા જ સીઝનમાં છે. પહેલા સીઝનમાં ટીમે બધાને ચોંકાવીને ક્વોલિફાયર સુધીનો પ્રવાસ કર્યો હતો. ત્યારે લખનૌ અને ચેન્નાઈની ટીમો લીગ સ્ટેજમાં એકવાર ભિડેલી હતી. તે મુકાબલો લખનૌએ જીત્યો હતો.
લખનૌએ આ સિઝનની શરૂઆત જીતથી કરી છે. ઘરઆંગણે રમાયેલા પોતાના પ્રથમ મુકાબલામાં તેમણે દિલ્હીને ૫૦ રનથી પરાજય આપ્યો હતો. કાઇલ મેયર્સ અને માર્ક વુડે એ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી વાળી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમો પૈકીની એક છે. ટીમે ટુર્નામેન્ટમાં મુંબઈ પછી સૌથી વધુ ૪ ખિતાબ જીત્યા છે. ૧૩માંથી ૧૧ સિઝનમાં ટીમ પ્લેઓફમાં પહોંચી છે અને ૯ વખત ફાઇનલ પણ રમી છે. આ સિઝનના પહેલા મુકાબલ
વર્ષો બાદ ઘરઆંગણે રમશે ચેન્નાઈ, જાણો સંભવિત પ્લેઈંગ-11 અને ઈમ્પેક્ટ પ્લેયર