સીએસકેના શિવમ દુબેએ મેચમાં ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તેમણે ૧૬ બોલમાં ૨૭ રનની ઇનિંગ રમી અને ટીમને મજબૂત સ્કોર તરફ દોરી ગયા. આ ઇનિંગમાં તેમણે ૧૦૨ મીટરનો છગ્ગો ફટકાર્યો હતો, જે આ સિઝનનો સૌથી લાંબો છગ્ગો પણ છે. ઉપરાંત, લખનૌના કાઇલ મેયર્સ અને મુંબઇના નેહલ
પહેલી ઇનિંગમાં ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈને ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ શાનદાર શરૂઆત અપાવી. 10મા ઓવરમાં રવિ બિષ્નોઈએ ગાયકવાડને આઉટ કર્યા. ત્યારબાદના ઓવરમાં માર્ક વુડના બોલ પર ડેવોન કોનવેએ પુલ શોટ રમ્યો.
લગભગ ચાર વર્ષ પછી ચેપોક સ્ટેડિયમમાં પોતાનાં ઘરઆંગણે રમતા ચેન્નાઈ સુપર કિંગ્સે ટુર્નામેન્ટમાં પોતાની પહેલી જીત નોંધાવી છે. ટીમે લખનઉ સુપર જાયન્ટ્સને ૧૨ રનથી પરાજય આપ્યો. CSK ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ માત્ર ૩ બોલમાં બે છગ્ગા ફટકારી ૧૨ રન બનાવ્યા.
ઋતુરાજનો છગ્ગો, કાર પર લાગેલો બોલ, કૃણાલનો ડાઇવિંગ કેચ; LSG-CSK મેચના મુખ્ય ક્ષણો