પંતે દિલ્હી કેપિટલ્સ માટે ૩૫ ની સરેરાશથી રન બનાવ્યા

પંતે દિલ્હી કેપિટલ્સ તરફથી અત્યાર સુધી રમાડેલા ૯૮ મેચોમાં ૩૪.૬૧ ની સરેરાશથી ૨૮૩૮ રન બનાવ્યા છે. તેમણે એક સદી અને ૧૫ અર્ધસદી ફટકારી છે.

પંતના નંબરવાળી જર્સી સાથે રમશે દિલ્હીની ટીમ

IPLના દરેક સિઝનમાં દિલ્હી કેપિટલ્સ અલગ જર્સી સાથે રમે છે. આ સિઝનમાં પણ ટીમ IPLમાં એક મેચ દરમિયાન પંતના નંબરવાળી જર્સી પહેરીને રમશે. આ ઉપરાંત, ટીમની જર્સીનો રંગ પણ અલગ હશે. જોકે, નંબર જર્સીના એક ખૂણામાં નાના અક્ષરોમાં છાપવામાં આવશે.

ગુજરાત સામેની મેચ જોવા પંત આવી શકે છે

ઋષભ પંત મંગળવારે દિલ્હીમાં યોજાનારી ગુજરાત ટાઇટન્સ સામેની મેચ જોવા આવી શકે છે. આ માટે ફ્રેન્ચાઇઝીએ BCCIની એન્ટી કરપ્શન એન્ડ સિક્યુરિટી યુનિટ પાસેથી પરવાનગી લેવી પડશે. પરવાનગી મળે તો ઋષભ ડગઆઉટમાં પણ બેસી શકે છે.

ડગઆઉટ પર ઋષભની જર્સી લટકાવા પર BCCI નારાજ

BCCIનું કહેવું છે કે માત્ર ઈજાગ્રસ્ત ખેલાડીની જર્સી લટકાવવી યોગ્ય નથી, ભવિષ્યમાં આવું ન કરવા જણાવાયું છે.

Next Story