વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ પોતાના શ્રેષ્ઠ ફોર્મમાં જોવા મળી રહ્યા છે. ૨૦૨૨ના ટી-૨૦ એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે સદી ફટકારીને તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના સદીના દુષ્કાળનો અંત લાવ્યો હતો. તેમણે એશિયા કપ અને ત્યારબાદ ટી-૨૦ વર્લ્ડ કપ
મુંબઈ ઈન્ડિયન્સ સામે આ સિઝનની પહેલી જ મેચમાં વિરાટ કોહલીએ 49 બોલમાં 82 રનની અણનમ ઇનિંગ રમીને પોતાની ટીમને 8 વિકેટથી જીત અપાવી. બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં તેમણે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા.
4 વર્ષ પછી ટુર્નામેન્ટ હોમ-અવે ફોર્મેટમાં પાછું ફર્યું છે. આવામાં બેંગ્લોર ટીમના 6 વધુ મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમના બેટિંગ ફ્રેન્ડલી વિકેટ પર રમાશે.
ફોર્મમાં પરત ફરેલા વિરાટ માટે ઓપનિંગ અને બેટિંગ ફ્રેન્ડલી પીચ તેમનો રસ્તો સરળ બનાવશે.