ધોનીએ છેલ્લી ઓવરમાં સૌથી વધુ રન બનાવ્યા, બે છગ્ગા ફટકાર્યા

કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લી ઓવરમાં માર્ક વુડના બોલ પર સતત બે છગ્ગા ફટકાર્યા. પ્રથમ ઇનિંગ્સમાં, CSK ના કેપ્ટન ધોનીએ બે ગગનચુંબી છગ્ગા ફટકાર્યા. તેમણે 20મી ઓવરમાં માર્ક વુડના બીજા બોલ પર ડીપ પોઈન્ટ અને ત્રીજા બોલ પર સ્ક્વેર લેગ તરફ છગ્ગા ફટકાર્યા.

વિકેટ જોઈને હું આશ્ચર્યચકિત છું: ધોની

ધોનીએ કહ્યું- ચેપોક સ્ટેડિયમની પીચ જોઈને હું ચોંકી ગયો. મને લાગ્યું હતું કે મેચ ઓછા રનની રહેશે, પરંતુ મેચ ઉંચા સ્કોરની રહી. 5 કે 6 વર્ષમાં પહેલીવાર મેદાન ભરેલું હતું. આગળ જોવું પડશે કે વિકેટ કેવી રહેશે.

કેપ્ટન એમ.એસ. ધોનીએ પોતાની જ ટીમના બોલરોને ચેતવણી આપી

તેમણે કહ્યું કે, સામેની ટીમ શું કરી રહી છે તે જોવું પણ મહત્વનું છે. જરૂરી છે કે ટીમના ખેલાડીઓ નો-બોલ ન ફેંકે અને વાઇડ બોલ ઓછા કરે. આપણે વધુ પડતા એક્સ્ટ્રા રન આપી રહ્યા છીએ. જો આમજ ચાલુ રહ્યું તો મારી બીજી ચેતવણી હશે અને ત્યારબાદ ટીમને નવા કેપ્ટન મળશે.

ધોનીની CSKના બોલર્સને ચેતવણી

કહ્યું- વાઇડ-નો બોલ ના ફેંકો, નહીંતર નવા કેપ્ટન સાથે રમવા તૈયાર રહેજો!

Next Story