હોકી ટીમે સતત બીજો મેડલ જીત્યો

ભારતીય પુરુષ હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં શાનદાર પ્રદર્શન કરીને કાંસ્ય મેડલ જીત્યો છે. આ ભારત માટે સતત બીજો ઓલિમ્પિક મેડલ છે.

અમન સહરાવત: યુવા પહેલવાન

ભારતના અમન સહરાવતએ કુસ્તીમાં ભારતનું નામ રોશન કર્યું છે. તેમણે 57 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતના સૌથી યુવા પહેલવાન બનવાનું ગૌરવ મેળવ્યું છે જેમણે ઓલિમ્પિક મેડલ જીત્યો છે.

સ્વપ્નિલ કુસાળે: તેમણે ૫૦ મીટર થ્રી પોઝિશનમાં કાંસ્ય પદક જીત્યું

સ્વપ્નિલ કુસાળે પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં શૂટિંગમાં ભારત માટે કાંસ્ય પદક જીત્યું છે. ૫૦ મીટર થ્રી પોઝિશન સ્પર્ધામાં તેમણે શાનદાર પ્રદર્શન કરી ત્રીજું સ્થાન મેળવ્યું.

મનુ ભાકર: ઓલિમ્પિકમાં બે મેડલ

ભારતની યુવા શૂટર મનુ ભાકરએ પેરિસ ઓલિમ્પિક 2024માં ઇતિહાસ રચ્યો છે. મનુએ આ ઓલિમ્પિકમાં બે મેડલ જીતીને એક જ ઓલિમ્પિકમાં આવું કરનારી પ્રથમ ભારતીય બનવાનું ગૌરવ મેળવ્યું છે.

નીરજ ચોપડા: ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટ્સ

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતનું નામ રોશન કરનાર નીરજ ચોપડાએ પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ મેળવ્યો છે. તેઓ 'ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટ્સ'માં સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યા છે.

2024 નો અંત: પેરિસ ઓલિમ્પિક 2024માં આ ખેલાડીઓએ રચ્યો ઇતિહાસ

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું અને ઇતિહાસ રચીને દેશવાસીઓનું દિલ જીતી લીધું.

Next Story