એલન મસ્ક સાથેના સંબંધની ચર્ચાઓ

૨૦૧૩ ના સમયમાં કેમરૂન ડાયાઝે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કને ડેટ કર્યા હોવાની વાતો ચર્ચામાં હતી. એવી અફવા હતી કે કેમરૂન દ્વારા મસ્કની કંપની ટેસ્લા મોટર્સમાંથી કાર ખરીદવાના સંબંધમાં બંનેની મુલાકાત થઈ હતી.

૧૬ વર્ષની ઉંમરે શરૂ કરેલી મોડેલિંગ, ૧૯૯૨માં કરાવેલો ટોપલેસ ફોટોશૂટ

કેમરૂનનો જન્મ અમેરિકાના કેલિફોર્નિયામાં થયો હતો. તેમણે ૧૬ વર્ષની ઉંમરે મોડેલિંગ શરૂ કરી હતી. ૧૭ વર્ષની ઉંમરે તેઓ 'Seventeen' (૧૯૯૦) મેગેઝિનના અંકની કવર ગર્લ બની હતી. તેમણે મોડેલ તરીકે ૨ થી ૩ મહિના કામ કર્યું હતું.

સેટ પરના ડ્રામાથી કૅમરૂન કંટાળી ગઈ

કૅમરૂન ડાયાઝના નજીકના એક સૂત્રએ જણાવ્યું છે કે અભિનેત્રી સેટ પરના ડ્રામાથી કંટાળી ગઈ છે. તેમને હવે કોઈને કંઈ સાબિત કરવાની જરૂર નથી. તેમણે જેટલું કામ કરવાનું હતું તેટલું કરી લીધું છે. તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પુષ્કળ સમય આપી દીધો છે.

મેગેઝિન ફોટોશૂટથી પ્રખ્યાત થયેલી કેમરૂન ડાયાઝ

એક સમયે હોલીવુડની સૌથી વધુ પગાર મેળવતી અભિનેત્રીઓમાં સામેલ કેમરૂન ડાયાઝે અભિનયમાંથી નિવૃત્તિ લીધી છે. ખબર છે કે પોતાના છેલ્લા પ્રોજેક્ટ પછી તેઓ કોઈ પણ ફિલ્મમાં કામ કરશે નહીં.

Next Story