ફિલ્મ અંગે દિયાએ પોતાનો અંગત અનુભવ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, ‘આની સ્ક્રિપ્ટ વાંચતા જ મારી આંખો ભીની થઈ ગઈ હતી.’
દિયા વધુમાં કહે છે, ‘હું તો અનુભવ સિન્હાની દરેક ફિલ્મમાં કામ કરવા માંગુ છું, કારણ કે આપણા દેશમાં બહુ ઓછા ફિલ્મ નિર્માતાઓ એવા છે જે રાજકીય અને સામાજિક ચિંતાઓને કેન્દ્રમાં રાખીને ફિલ્મો બનાવે છે.’
દિયા મિર્ઝાએ દૈનિક ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'કોવિડના કારણે થયેલા પહેલા લોકડાઉનમાં પ્રવાસી મજદૂરોની દુર્દશા એક મોટી સામાજિક દુર્ઘટના હતી.
6 મહિનાના બાળકને છોડીને ફિલ્મનું શૂટિંગ કર્યું, અને કહ્યું- ઇન્ટરકાસ્ટ મેરેજ પર ફિલ્મ બનવી જોઈએ.