ઘણા લોકોએ જણાવ્યું કે તેમને પંજાબમાં રહેલા તેમના પરિવાર અને મિત્રોની સુરક્ષા અંગે ચિંતા છે. રાજ્યમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
રવિવારે ખાલિસ્તાનીઓએ અહીં પ્રદર્શન દરમિયાન તોડફોડ કરી હતી અને તિરંગો ઉતારી દીધો હતો. રવિવારની ઘટનાનો ભારતે કડક વિરોધ નોંધાવ્યો હતો.
બ્રિટનના વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલીએ જણાવ્યું છે કે લંડનમાં ભારતીય હાઇ કમિશનના સ્ટાફ પર થયેલા હુમલાઓ સહન કરવામાં આવશે નહીં. તેમણે હાઇ કમિશનની સુરક્ષા વધારવાની ખાતરી આપી છે.
ખાલિસ્તાની સમર્થકોને જવાબ રૂપે; લંડન પોલીસે રોકવાનો પ્રયાસ કરતાં પ્રદર્શનકારીઓએ શાહી અને ઈંડા ફેંક્યા